શહેરા: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની પાક નુકસાની અંગે પ્રતિક્રિયા,વધુમાં વધુ સહાય મળે તે માટે સરકારને રજૂઆત કરાઈ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી શહેરા તાલુકામાં ૧૧ હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે,સાથે જ અન્ય પાકોને પણ નુકસાન થયું છે,જેથી પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લામાં થયેલા પાક નુકસાની અંગે મુખ્યમંત્રી અને કૃષીમંત્રી સાથે ચર્ચા કરી ખેડૂતોને રાહત થાય તે માટે સહાય મળે તેવી રજુઆત કરી હતી.