દહેગામ: ઘમીજ ખાતે નવીન શાળાનું ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે લોકાર્પણ કર્યું: PMના જન્મદિવસની પણ ઉજવણી કરાઇ
ઘમીજ ખાતે સમગ્ર શિક્ષા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ઘમીજ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના નવીન શાળાના મકાનનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે સ્કૂલમાં બાળકો સાથે કેક કાપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા.