ભિલોડા: ભિલોડા તાલુકાનું ગૌરવ – રામપુરી ગામની હેમાંગીબેન ભગોરા ડોક્ટર બની.
ભિલોડા તાલુકાના રામપુરી ગામની હેમાંગીબેન મગનભાઈ ભગોરાએ અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની પદવી મેળવી. મળતી માહીતી મુજબ આ સિદ્ધિથી પરિવાર સાથે સમગ્ર આદિવાસી સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે.ગામજનો અને સામાજિક આગેવાનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.