અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો કડક આદેશ,તા. ૨૪ સપ્ટેમ્બર સુધી હથિયારબંધી જાહેરનામું અમલમાં
Amreli City, Amreli | Sep 15, 2025
અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૨૪ સપ્ટેમ્બર સુધી હથિયારબંધી જાહેરનામું બહાર પાડ્યું છે. પરવાનગી વિના સભા-સરઘસ, હથિયારો તથા લાઉડ સ્પીકર વગાડવા મનાઈ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે