તળાજા: અલંગ-ત્રાપજ માર્ગ પર ડીઝલની અછત યથાવત : પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો
તળાજા તાલુકાના અલંગથી ત્રાપજ જતા માર્ગ ઉપર આવેલા પેટ્રોલ પંપ સહિત અનેક પેટ્રોલ પંપ ઉપર આજે પણ ડીઝલની અછતને કારણે વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. ડીઝલ મેળવવા માટે ટ્રેક્ટર, જીપ, ટેમ્પો અને અન્ય વાહનો સાથે લોકો કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે. એક તરફ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો વાવણી પૂર્વે પોતાના ખેતરો તૈયાર કરવાની કામગીરીમાં