આંકલાવ: મુખ્ય બજાર સહીત વિવિધ વિસ્તારમા કોંગ્રેસ દ્વારા "ખેડૂત આક્રોશ યાત્રા" યોજાઈ, આવેદનપત્ર આપવામાં આવ્યું
Anklav, Anand | Nov 3, 2025 આંકલાવ શહેરમાં મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા "ખેડૂત આક્રોશ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનને વળતર વહેલી તકે આપવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.