સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દસાડા-વડગામ વચ્ચે કોયલમાતા ના મંદિર પાસે કન્સ્ટ્રકશન સાઇટ પર શંખેશ્વર થી અમદાવાદ જઈ રહેલ બસ બેકાબુ થતા કન્સ્ટ્રકશન સાઇટ પર ખાબકી હતી જેમાં સદ્નસીબે બસ ખાલી હતી જેના કારણે મોટી જાનહાની અટકી હતી જે બાદ દસાડા પોલીસને આ બાબતે જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.