મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી માનિક સાહાએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.