દસાડા: દસાડા વિધાનસભા વિસ્તારના અનેક ગામોમાં રોડ રસ્તાના કામોનેગુજરાત સરકારે મંજૂરીની મહોર :ધારાસભ્યના પ્રયત્નોથી વિકસિત તાલુકો
દસાડા લખતર વિધાનસભા નાં ધારાસભ્ય પી.કે.પરમાર ની સરકાર માં રજૂઆત ને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા દસાડા તાલુકા નાં વડગામ – આદરિયાણા સુધી નો ૧૨.૪૦ કી.મી. નો રોડ ની રૂ.૧૨.૪૦ કરોડ ની મંજૂરી તેમજ જૈનાબાદ વિસાવડી સુધી નો ૧૬.૦૦ કી.મી.ની રૂ.૧૫.૦૦ કરોડ ની મંજૂરી તેમજ લખતર,લીમડી વિસ્તાર ના નાની કઠેચી,રાણાગઢ,મૂળ બાવળા, પરાલી ગામ ના રોડ માટે રૂ.૩૭ કરોડ ના ખર્ચ નવીની કરણ માટે મંજૂર કરવા માં આવતાં તમામ વિસ્તાર નાં પ્રજા જનો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.