ગણદેવી: ધનોરીના યુવક સામે લગ્ન વચનભંગની ફરિયાદ, ગણદેવી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધવાની તજવીજ
તોરણગામની સમાજની એક બહેન સાથે ચાંગા ધનોરીના આહીર યુવકે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. આ સંબંધ પરથી બાળકને જન્મ પણ આપેલો હતો. પરંતુ લગ્ન માટે કહ્યાને બાદ યુવક તરફથી ના પડતા પીડિતાએ સમાજના આગેવાનો—શૈલેષ હળપતિ (તાલુકા ભાજપ પ્રમુખ) અને મુકેશ હળપતિ (એડવોકેટ/નોટરી)ની સાથે મળીને આજે ગણદેવી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફ.આઈ.આર નોંધાવી છે. ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે