રાજકોટ પશ્ચિમ: જીએસટી ઘટાડાને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે યાજ્ઞિક રોડ નજીકથી નિવેદન આપ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વીડિયો કોલ ના સંદર્ભથી થયેલ સંવાદ અંગે આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે જીએસટી ઘટાડાનો લાભ દરેક નાના વેપારી તેમજ ગ્રાહકને મળવો જોઈએ. દરેક ના સાથ અને સહકારથી જ દેશને સમૃદ્ધ બનાવી શકીએ.