હાલોલ: પાવાગઢ મંદિરમા આસો નવરાત્રી દરમિયાન દર્શનના સમયમા ફેરફાર ,20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોમ્બર સુધી સમયપત્રક બહાર પાડવામા આવ્યું
22 સપ્ટેમ્બર ને સોમવારથી આરંભ થઇ રહેલા આસો નવરાત્રી પર્વને લઇ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગત જનની માં કાલિકા ના દર્શાનર્થે લાખો ની સંખ્યા માં માઇ ભક્તો ઉમટી પડતા હોઈ છે ભક્તોને દર્શન કરવા માં તકલીફ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વાર માતાજી ના દર્શનનો સમય એક અખબારી યાદી માં જણાવ્યા મુજબ આસો નવરાત્રી દરમ્યાન આસો સુદ એકમ થી પૂનમ સુધી મંદિરનો નિજ દ્વવાર સવારે 5.00 કલાકે થી માતાજીના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે જે સાંજે 8.00 કલાકે બંધ કરવામાં આવશે.