હિંમતનગર: મહેતાપુરામાં મહિલા પર હુમલો, વીડીયો થયો વાઇરલ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે વ્યક્તિઓ દ્વારા એક મહિલાને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે, જેણે કાયદાના શાસન અને નારી સુરક્ષાના દાવાઓને સખત પડકાર ફેંક્યો છે.