જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર - ગોલ્ડન નંબર માટે ઈ-ઓકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.જેમાં ઓનલાઈન અરજીનો સમયગાળો ૨૨/૧૨/૨૦૨૫ થી ૨૪/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઇ-ઓકશન નો બિડિંગ કરવાનો સમયગાળો ૨૪/૧૨/૨૦૨૫ થી ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી તથા ઇ-ઓકશન નું પરિણામ ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાકે જાહેર થશે. જેની શરતો અને પ્રક્રિયા આ મુજબ છે.