સાવરકુંડલા: ડિજિટલ સર્વે પર સવાલોની ઝડી—કોંગ્રેસે ગણાવ્યું “ગતકડું”,સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉગ્ર પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.સરકારે વળતર માટે ડિજિટલ સર્વે શરૂ કર્યો છે,પરંતુ અમરેલી જિલ્લામા આ સર્વેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.ગઈકાલે જ 70 ગામોના સરપંચોએ રજૂઆત કરી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે આજે ૧૨ કલાક આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના આ ડિજિટલ સર્વેને ગતકડું ગણાવ્યુ છે.સાથે તેમણે 3 નવેમ્બરથી જિલ્લામાં ધરણાં અને પ્રદર્શન શરૂ કરવાની ચેતવણી આપી છે.