સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પીટલમાં આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મુલાકાતે આવી પહોચ્યા હતા.સિવિલના તબીબો સાથે વિવિધ વિભાગોમાં રાઉન્ડ લીધો હતો ત્યારબાદ રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અધતન મશીનરી ખરીદી કરવા માટેની મંજૂરી અપાઈ હતી.આ અંગે મળતી વિગત અનુસાર હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં શનિવારે અગ્ર સચિવ ધનજય દ્વિવેદીએ હોસ્પિટલના જુદા જુદા વિભાગોની ઓપીડી ઓપરેશન થિયેટર ICU વિભાગ ટ્રોમા સેન્ટર લેબર રૂમની મુલાકાત લીધી