જામનગર શહેરમાં રીંગ રોડ ક્રિષ્નાપાર્ક શેરી નં-૦૨ માં રહેતા જીતુભા ગોવુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી ગંજીપત્તાના પાના વડે તીન પતી નો પૈસાની હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત મળતા રેઇડ કરી ઈસમોને જુગાર રમતા રોકડા રૂપીયા.૧,૦૩૫૦૦ ના મુદામાલ સાથે પકડી કાર્યવાહી કરાય