ભરૂચ: પાલઘર પિતા હત્યા કેસનો આરોપી ભરૂચથી ઝડપાયો
મહારાષ્ટ્રના પાલઘરમાં પિતાની હત્યા કરી રાજસ્થાન ભાગી રહેલા ૨૪ વર્ષીય આરોપીને ભરૂચ રેલવે પોલીસે ઝડપી લીધો છે. દિવાળીના તહેવાર નિમિત્તે કરવામાં આવેલા રેલવે ચેકિંગ દરમિયાન આ સફળતા મળી હતી. આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો છે.