દસાડા: વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ રથ દ્વારા જનહિતલક્ષી યોજનાઓનો પ્રચાર કરાશે પાટડી તાલુકાના ગામોમાં પહોંચશે રથ
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની જ્યારે ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોની અને જનહિત લક્ષી યોજનાઓની જાણકારી નાગરિકો સુધી પહોંચતા કરવી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરી પાડવાનો છે ત્યારે વિકાસ સપ્તાહ અનવે નિર્ધારિત ગામોમાં વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આવતીકાલે દસાડા તાલુકાના ગવાણા એછવાડા, વડગામ, વિસાવડી, ખેરવા, અને સેડલા, ગામે પહોંચી ગ્રામજનોને માહિતગાર કરશે.