મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના હસ્તે મહુધાના રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું. મનરેગા યોજના અંતર્ગત અંદાજિત રૂ. ૧૬ લાખના ખર્ચે નિર્મિત રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયત ઘર બનવાથી આ ગામના ૧૫૦૦ થી વધુ ગ્રામજનોને ગ્રામ વિકાસની વધુ અસરકારક અને ઝડપી સેવાનો લાભ મળશે. આ બહુમાળી ઈમારતમાં સરપંચ, તલાટી માટે અલગ રૂમ તથા વીસી માટેના રૂમનો સમાવેશ થાય છે.