તારાપુરના મોરજ ખાતે એકતા સદભાવના ફાઉન્ડેશન અને મોરજ યંગ સર્કલના સંયુક્ત સહયોગથી મુસ્લિમ સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો.સમૂહ લગ્ન દરમ્યાન 16 નવયુગલો વિધિવત લગ્નગ્રંથીએ જોડાયા હતા.ઉપસ્થિત અગ્રણીઓએ મુસ્લિમ સમાજને લગ્ન પાછળ બિનજરૂરી ખર્ચા બંધ કરવા, કુરિવાજોમાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો.શિક્ષણ અને એકતાને મહત્વ આપવા પર અપીલ કરી હતી.સમૂહ લગ્ન દરમ્યાન આસપાસ તેમજ દુરો ગ્રામ્ય વિસ્તારોમા ભારે ભીડ ઉમટી હતી.