રાજસ્થાનથી રવિન્દ્રકુમાર રાણારામ નામનો ૩૦ વર્ષીય યુવક ખંભાત તાલુકાના રોહિણી ગામે મજૂરીકામ માટે આવ્યો હતો. દરમિયાન, તે ડાંગર કાપવાના કટર મશીનની સાફ સફાઈ કરી રહ્યો હતો. તે સાફ-સફાઈ કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતી વીજ લાઈનને તેનો હાથ અડી ગયો હતો. જેથી તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દઝાઈ જતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો.યુવકને તુરંત જ રેફરલ હોસ્પિટલ ખંભાત લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.