પાદરા તાલુકા ના સોમજીપુરા ગામ થી દર વર્ષે અક્ષય ભુવાજી અને હિતેશ ભુવાજી દ્વારા સોમજીપુરા થી ભમ્મર ઘોડા મેલડી માતાજી ના ધામ સુધી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે આજે આ યાત્રા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 10 કલાકે યાત્રા સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. માતાજી ના જયકારા સાથે યાત્રાસંઘ ભમ્મરઘોડા ધામ જવા માટે રવાના થયો હતો