ધરમપુર: શેરીમાળ ખાતે ગ્રામજનોમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શુક્રવારના 7 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં બિલેશ્વર ધામ ખાતે નવરાત્રી ઉત્સવના પાવન પ્રસંગે મહિલા સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધરમપુર પોલીસ સ્ટેશનના પીઆઈ નિખિલ ભોયા તથા SHE ટીમ દ્વારા ગ્રામજનોને મહિલા સુરક્ષા વિષયક જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ તરફથી DHEW પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા.