રાજકોટ પૂર્વ: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે પ્રિ મોન્સુન કામગીરી યોજાઈ
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે સરકારી કચેરીઓની વિવિધ જગ્યાઓમાં પાણી ભરાતા રોગચાળો ફેલાવવાની શક્યતા નિવારવા કચેરીઓમાં પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા અને અને અધિક્ષક રજાકભાઈ ડેલાની દેખરેખમાં સાંજે 5:00 વાગ્યા સુધી સફાઈ કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.