નાંદોદની ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ નિર્માણ પામેલી આ વિરાટકાય પ્રતિમા આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે કેન્દ્રબિંદુ બન્યું છે. એકતાનગર ખાતે સ્થાનિકોને રોજગાર ઉપલબ્ધ કરાઈ છે. પર્યાવરણહિતેષી અભિગમ સાથે સ્થાનિક આસપાસના ગામોની બહેનો પિંક ઓટોના માધ્યમથી આવકવર્ધન કરી રહી છે. આજે આપણે સૌ દેશને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા છે.