રાજુલા: અમરેલી LCBની મોટી સફળતા:અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામનો કાતર ગામનો કેદી ગોવામાંથી ઝડપાયો
Rajula, Amreli | Dec 2, 2025 જેલમાંથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલો આજીવન કેદી પોશ ઉર્ફે પાંચાભાઈ જોગદીયાને અમરેલી LCBએ ટેકનિકલ બાતમીના આધારે ગોવાના મારગાંવ વિસ્તારમાંથી ઝડપી લીધો. રાજ્યમાં ચાલતી ખાસ ડ્રાઈવ અંતર્ગત થયેલી આ સફળ કાર્યવાહી બાદ કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો.