જામનગર પોલીસ વિભાગ દ્વારા વૃંદાવન સોસાયટી વિસ્તાર પટેલ પાર્ક પાસે દરોડો પાડવામાં આવ્યો, તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા 8 મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી. દરમ્યાન 12910 ના મુદામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.