નાંદોદ: શહેરમાં છોટુભાઇ શાળામાં રિટાયર્ડ શિક્ષક ગૌરીશંકર દવે વર્ષ 1975થી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક, યોગ-આસન, કસરતો કરાવે છે
Nandod, Narmada | Jun 11, 2025 સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા પરિબળો જવાબદાર છે. આ અંગે કોચ ગૌરીશંકર દવેએ જણાવ્યું હતુ કે, સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો.