એનડીપીએસ ના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી પેરોલ ફ્લો સ્કવોર્ડ.ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા N.D.P.S. ગુન્હા સને 2005 માં દસ વર્ષની સજા ભોગવતો અને છેલ્લા 10 વર્ષથી પેરોલ રજા પરથી ફરાર રહેલો પાકા કામનો કેદી મહેશ કૈલુ યાદવને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝારખંડ રાજ્યના ચતરા જિલ્લાના ગરીયા ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.