રાપર તાલુકાના ફતેગઢ ગામે આવેલી 'વિષ્ણુ જ્વેલર્સ' નામની સોના-ચાંદીની દુકાનમાં ત્રાટકેલી ગેંગનો રાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયેલા આરોપીઓને પકડવા પોલીસે - હળવદ અને અમરેલી સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, જેમાં બે મુખ્ય આરોપીઓ ગઈકાલે પોલીસના સકંજામાં આવી ગયા હતા જે બાદ રાપર પોલીસે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું..