પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશનમાં વડોદરા-સંતરામપુર રૂટની એસ.ટી. બસ આવી હતી,જે બસમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ જ્યારે ડ્રાઇવરે બસ આગળ ચલાવી તેવામાં એક વૃદ્ધ મહિલા આ એસ.ટી. બસના ટાયર નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો,જેમાં બસનું ટાયર વૃદ્ધા પર ફરી વળતા સ્થળ પર જ તેઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.