લીંબડી પો.સ્ટેમાં 19 ડિસેમ્બર બપોરે 2 વાગે નોંધાયેલી ફરિયાદમાં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ રળોલ ગામમાં રસુલભાઇ ઉમરભાઇ ડોસાણી જેઓ બાઇક પર લીંબડી તરફ આવવા રળોલ ના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા કોઈ અજાણ્યા વાહને તેઓને બાઇક સાથે અડફેટે લેતા રસુલભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓ ને સારવાર માટે ખસેડાયા હતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.