વઢવાણ: મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-૧ અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.૪૪ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત કરીને બાળકો પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો.