મહુવા: મહુવામાં ડુપ્લિકેટ દારૂ ફેક્ટરી પર રેડ : હરિપરા રોડ પરથી લાખોનો જથ્થો જપ્ત
માહિતી મુજબ, આગળના ભાગમાં ડીહાઇડ્રેશન પ્લાન્ટ ચાલુ રાખીને પાછળના રૂમમાં ગુપ્ત રીતે ડુપ્લિકેટ દારૂ બનાવવાનો કારોબાર ચાલી રહ્યો હતો. ભાવનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મોડી રાત્રે રેડ કરવામાં આવતા સ્થળ પરથી ડુપ્લિકેટ દારૂ બનાવતા સમયે જ છ જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી ખાલી બોટલો, તૈયાર ડુપ્લિકેટ દારૂ અને અન્ય સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામ