ગાંધીધામ રેલવે સ્ટેશનના વિકલ્પ રૂપે વિકસી રહેલા ગોપાલપુરી રેલવે સ્ટેશનના નવનિર્માણ કાર્યની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સમીક્ષા કરી હતી. પ્રમુખ તેજાભાઈ કાનગડ અને પ્રતિનિધિ મંડળે રેલવે અધિકારીઓ સાથે બેઠક યોજી સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા રજૂઆત કરી હતી. ચેમ્બરે ખાસ કરીને પ્લેટફોર્મ શેડની લંબાઈ વધારવા, પાર્કિંગ, એપ્રોચ રોડ અને દિવ્યાંગો માટે બેટરી ઓપરેટેડ કારની સુવિધા શરૂ કરવા માંગ કરી છે.