સુરતના ચોકબજાર વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે બે ભાઈઓ દ્વારા રૂપિયા 1.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી.પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે રૂપિયા પડાવી રિફંડ પણ પરત નહોતું આપ્યું.એટલું જ નહીં નોકરી નહી અપાવી છેતરપિંડી આચરી હતી.જે અંગે ફરિયાદીએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.જે ગુન્હામાં આરોપી ધર્મપાલ અને રામવીર નિષાદ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.