તળાજા: પાવઠી ગામના ભુવા એ સુરતમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનું આરોપ
તળાજા તાલુકાના પાવઠી ગામના નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભૂવાની સિંગણપોર પોલીસે બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ માતાજીના આશીર્વાદ આપવાના બહાને તેને સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલી એક હોટલના રૂમમાં બોલાવી હતી. ફરિયાદ અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામની 26 વર્ષીય યુવતીના જાન્યુઆરી 2025માં લગ્ન થયા હતા. ગત એપ્રિલ મહિનામાં નરેશ ચૌહાણનો ફોન આવ્યો હતો અને માતાજીના આશીર્વાદ લેવા માટે હોટલમાં આવવા જણાવ્યું હતું. યુવ