જામનગરમાં ધ્રોલ હિન્દુ સેના, મોરબી ગૌ રક્ષક સેના, અને રાજકોટ ગૌ રક્ષક દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જોડીયાના ભાદર રોડ પરથી ગૌતસ્કરીના ઈરાદે ૬ જેટલા ગૌવંશ ભરેલી એક બોલેરો ગાડીને ગૌ રક્ષકોની ટીમે ઝડપી પાડી હતી. પકડાયેલા ગૌવંશને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.