વાલિયા તાલુકાના ગાંધુ ગામના પિંજારી ફળિયામાં રહેતા ઉક્કડ મોહનભાઇ વસાવાના કાકાના દીકરા 50 વર્ષીય જગત માધિયાભાઈ વસાવા પોતાના ઘરેથી નીકળી પણસોલી ગામ તરફ ચાલતા નીકળ્યા હતા.તે દરમિયાન ગાંધુ-પણસોલી ગામ વચ્ચે પૂરપાટ ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારી જગતભાઈ વસાવાને ટક્કર મારતા તેઓનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.