ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી દર્શન ટેનામેન્ટ સોસાયટીમાં પોતાના ઘર આંગણે રમી રહેલા એક 12 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું ત્યારે અચાનક શ્વાને હુમલો કરી તેને બચકા ભર્યા હતા. શ્વાનના આ હુમલામાં માસૂમ બાળકને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.