કપડવંજ: રામપુરા સીમ વિસ્તારમાં તું એકલી શું કરે છે કહી મહિલાને શારીરિક અડપલા કરી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
કપડવંજ ના રામપુરા સીમ વિસ્તારમાં મહિલા ખેતરમાં બપોરના સમયે એકલી હતી તે દરમિયાન આધેડ મહિલા પાસે આવ્યો હતો અને તું અહીં એકલી શું કરે છે કહી શારીરિક અડપલા કર્યા હતા એટલું જ નહીં પણ અપશબ્દ બોલી આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે આતરસુંબા પોલીસે સામ સામે પક્ષે ફરિયાદના આધારે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે