ફુલસર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડુઆત મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ.ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નિયમ વિરુદ્ધ ભાડે આપવામાં આવતા હોય જેને લઈને મહાનગરપાલિકામાં ઉઠેલી ફરિયાદ મામલે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા 35% કરતાં વધુ ભાડુઆત મળી આવ્યા હતા, જે ભાડુઆત અને મકાન માલિકને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી.