સાણંદ: સાણંદમાં છેતરપિંડી, લોખંડના સળિયાના મુદ્દામાલને સગેવગે કરવાનો પ્રયાસ કરાયો, 2 લોકો સામે ગુનો નોંધાયો
સાણંદમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. લોખંડના સળિયાના મુદ્દામાલને સગેવગે કરવાનો પ્રયાસ કરાયો..જેથી પોલીસે બાતમીના આધારે નળસરોવર બાયપાસ રોડ નજીકથી આરોપીઓને પકડી લોખંડના સળિયા સહિતનો 59 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે સાણંદ પોલીસે મંગળવારે 12.30 કલાકે બે લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે