દસાડા: દસાડા તાલુકામાં કમોસમી વરસાદી માવઠાના કહેરે ખેડૂતોને રડાવ્યા : ખેડૂતોના પાકો થયા બરબાદ
સુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકામાં હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી જે બાદ દસાડા તાલુકામાં માવઠાની મારે કચ્છના નાના રણમાં અગરિયાઓને ભારે નુકશાની વેરવા સાથે સાથે ખેડૂતોને પણ રડાવ્યા છે ત્યારે ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ખેડૂતો માટે સરકાર શુ નિર્ણય લેશે તે જોવું રહ્યું ત્યારે હજુપણ આગાહીના પગલે દસાડા તાલુકામાં ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ છે.