પુણા: પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલે ઇચ્છાનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યું
Puna, Surat | Sep 17, 2025 પીએમ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે અઠવા લાઇન્સ સ્થિત ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવ ને જળાભિષેક કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.સીઆર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય ની કામના કરી હતી.જળાભિષેક વિધિ પૂર્ણ બાદ પોતાના કાર્યકરો અને શહેર ભાજપ પ્રમુખ જોડે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.જ્યાં કાર્યકરો જોડે જાહેર રોડ પર સફાઈ હાથ ધરી સ્વચ્છતા નો સંદેશ પાઠવ્યો.