એક મહિના પહેલા થયેલા લવ મેરેજ બાદ ઇસ્કોન મેગા સિટી ખાતે સમાધાન માટે બોલાવ્યા બાદ પતિ તથા તેના પરિવાર સાથે મારપીટ કરી યુવતીને જબરદસ્તી તેના પરિવારજનોએ લઈ ગયા હોવાનું પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ યુવતી પોલીસ મથકમાં હાજર થઈ અને પોતાની મરજીથી પરિવાર સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું. આજે યુવતી કોર્ટમાં હાજર રહી જજ પતિ સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા કોર્ટે પોલીસને આદેશ કરી તેમને બંદોબસ્ત વચ્ચે તેમના ઘેર મૂકવા જવાનો આદેશ કર્યો