ભુજ શહેરમાં આવેલા તીર્થસ્થાન સમા શ્રી નારાયણદેવ નૂતન સ્વામિનારાયણ મંદિરે આજે દિપાવલીના પાવન પર્વના ઉપલક્ષમાં 1.51 લાખ દિવડા પ્રજવલિત કરી ભવ્ય દિપોત્સવ ઉજવવામાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણની પ્રતિકૃતિ દર્શવતા દિપકોને હરિભક્ત ભાઈ-બહેનો દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. આ સમયે દોઢ લાખ દીપ પ્રગટી ઉઠતા મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.