જામનગર: શંકર ટેકરી વિસ્તારમાંથી બે ઈસમો વિદેશી દારૂની બોટલ અને બાઈક સાથે પકડાયા
જામનગરના સંકટ ટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં પોલીસે બે ઈસમોને ગેરકાયદેસર પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ અને બાઈક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.