હાલોલની નોબેલ હાઈજીન કંપની ખાતે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વડોદરાના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન આજે બુધવારના રોજ જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10 કલાકે કર્મચારીઓ દ્વારા રક્તદાનનો આરંભ કરવામા આવ્યો હતો.જે રક્તદાન સાંજે 5 કલાક સુધીમાં 202 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું હતુ આ પ્રંસગે પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ કંપની ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતુ